પ્રસ્તુત ભજનમાં ગંગાસતી પાનબાઈને જીવનસાર્થક્યની શીખ આપતા કહે છે કે, જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના મહાભયંકર શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.
ભલભલા ઋષિમુનિઓ સંતો અને મહાનુભાવો પણ ક્રોધરૂપી જ્વાળાથી બચી શક્યાં નથી. તો આપણે પામર જીવોને ક્રોધની જ્વાળાઓથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. ક્રોધની ભયંકરતા જાણવા છતાં જાણ્યે-અજાણે આપણે આપણું અને અન્યનું અહિત કરીએ છીએ.
કવયિત્રીએ ક્રોધની ભયંકરતાની સાથે સાથે તેના પર વિજય મેળવવાના સહજ ઉપાયો પણ દર્શાવ્યા છે.