સંતકવયિત્રી ગંગાસતીએ માનવજીવનનાં આધારરૂપ અણમોલ પાસાઓનો અભ્યાસ કરીને, જગતને ઉપદેશ આપવાના હેતુથી વિવિધ કાવ્યરચનાઓ કરી છે.
અધ્યાત્મને માર્ગે જનારે પરિપુ પર વિજય મેળવવા ક્રોધને ત્યાગીને, મનના વિરોધને દૂર કરવો જોઈએ. સર્વ સાથે સમાનભાવે વર્તવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરીને, હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા ગણીને, દુર્જનોનો સંગ છોડી દેવો જોઈએ.
ક્રોધ પર વિજય મેળવવો મનુષ્ય માટે અતિ વિકટ છે, છતાં જગતની મોહમાયાને છોડીને ભક્તિમાં જ ધ્યાન લગાવવાથી ક્રોધ પર વિજય મેળવી શકાય છે. જગતમાં મેળવેલી સિદ્ધિઓને તરણાં સમાન ગણવી. સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે એની કાળજી લેવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, મનની ઇચ્છાઓ અને જગતની મોહમાયાને ત્યજીને ઈશ્વરમય રહેવાનું કહે છે.
કાવ્યના અંતમાં, ગંગાસતી પાનબાઈને અક્રોધના મહિમાની સાથે ક્રોધના નિવારણનાં કારણો બતાવીને જગતને ઉમદા સંદેશ આપ્યો છે.