કાર્ડિનલ મેનિંગ અને જૉન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગાંધીજીને પત્ર લખવા કહે છે. પત્ર વાંચીને કાર્ડિનલ મેનિંગ બે – ત્રણ દિવસમાં જ મળવાનો સમય આપ્યો ત્યારે ગાંધીજીએ દસ્તુર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું. એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્ર કહ્યું કે મહાપુરુષો 3 કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.