આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યા પછી કુસુમ માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કરે છે. માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીસ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો તેને કન્યાદાનમાં મળશે.
એ રકમ પણ નથી જોઈતી. પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તો એમાંથી કુસુમ મિ. ફ્લોરાનાથી પણ વધારે સુખથી જીવશે. જીવન જીવવા માટે આનાથી વધારે એને કંઈ નથી જોઈતું.