કુમુદનો ઘરસંસાર વિખરાયા બાદ વિદ્યાચતુર અને ગુણસુંદરીને કુસુમની ચિંતા સતાવવા લાગી. સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા સહમત કરે છે. કુસુમ બુદ્ધિધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પાડે છે.
સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર અને ચંદ્રકાંતને પત્ની હોવાને કારણે લગ્ન ન કરવા સહમત થાય છે પણ સરસ્વતીચંદ્રની ના વિશે પ્રશ્ન કરે છે ત્યારે કુસુમ કહે છે કે સરસ્વતીચંદ્ર જડે, એ પોતાના વિચારો બદલવા તૈયાર થાય, તેના 3 બધા પ્રશ્નોના બરાબર ઉત્તર આપે, એમના અને કુસુમના વિચારો મળે રૂ તો કુસુમ સરસ્વતીચંદ્ર વિશે વિચારશે. આમ, કુસુમ મનની મૂંઝવણ કે સુંદર પાસે રજૂ કરે છે.