બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતાપિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કર્યું.
સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા સહમત કરે છે. ત્યારે કુસુમ બુદ્ધિધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પડે છે. સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર અને ચંદ્રકાંતને પત્ની હોવાને કારણે લગ્ન ન કરવા સહમત થાય છે પણ સરસ્વતીચંદ્રના વિશે પ્રશ્ન કરે છે ત્યારે કુસુમ કહે છે કે સરસ્વતીચંદ્ર જડે, એ પોતાના વિચારો બદલવા તૈયાર થાય તો પોતે પણ એ વિશે વિચારશે
કુસુમ ભાવિ યોજના પણ બનાવે છે કે, માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીશ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો પિતા તેને કન્યાદાનમાં આપશે. એ રકમ પણ નથી જોઈતી.
પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તોપણ એ સુખેથી જીવી જશે. આમ, દરેક પરિસ્થિતિને અનુરૂપ રહેવા તૈયાર રહેવું એ જ કુસુમની સમજદારી છે.