અર્જુનના દષ્ટાંત દ્વારા કવિ કહે છે કે, સમયની ગતિ કોઈ જાણી શક્યું નથી. મનુષ્ય બળવાન નથી પણ સમય બળવાન છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અર્જુન ભગવાન કૃષ્ણને મળવા ગયો, પણ ભગવાન “એકલા આવ્યા હતા અને એકલા જ જવાનું’ એમ કહી સ્વધામ ગયા.
તેથી તે ઉદાસ થયો અને પાછો ફર્યો. રસ્તામાં અર્જુનને મનમાં વિચાર આવ્યો કે એના જેવું કોઈ બળવાન નથી. ભગવાને કાબાનો વેશ ધારણ કરીને અર્જુનને લૂંટી લીધો. અર્જુન પાસે ધનુષબાણ હતાં છતાં તે હારી ગયો. ત્યારે તેને સમજાય છે કે સમયથી વધુ કોઈ બળવાન નથી.