‘એકસરખા દિવસ સુખના ..’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવતાનું મૂલ્ય સમજાવવા જીવનના સનાતન સત્યને રજૂ કર્યું છે. મનુષ્યના જીવનમાં કદી એક્સરખા દિવસો સુખના હોતા નથી. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. નસીબ પર કદી વિશ્વાસ ન રાખવો.
સમય બળવાન છે, મનુષ્ય નહીં. અર્જુનના મનમાં પોતાની વિદ્યાનું અભિમાન આવ્યું ત્યારે હથિયાર હોવા છતાં કૃષ્ણ કાબાનો વેશ ધરીને અર્જુનને લૂંટી લીધો.
મુસીબતથી મૂંઝાય નહીં એ જ શૂરા છે. નસીબ જ્યારે દગો દે છે ત્યારે રાજા પણ પળવારમાં રક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ખાલી આવ્યા છીએ અને ખાલી હાથે ? જ જવાનું છે એમ કહીને કાવ્યનો મર્મ સમજાવે છે. મૃત્યુ તો અફર છે એનો ડર ન રાખવો.
ધાર્યું તો ઈશ્વરનું જ થાય છે. આપણું કંઈ ચાલતું નથી. દુઃખીને કદી દુઃખી ન કરવો. પરોપકારાર્થે જીવન જીવવું એ કાવ્યના બોધને જીવનમાં અપનાવવો. જીવનની એ જ સાર્થકતા છે.