એક વખત ગાંધીજી અને હેમચંદ્ર કાર્ડિનલ મૅનિંગને મળવા ગયા. એમનું મકાન મહેલ જેવું હતું. તેઓ બેઠા કે તરત એક સુકલકડી ઊંચા બુઢા પુરુષ બહાર આવ્યા, જે મિ. મેનિંગ હતા. એમણે ગાંધીજી અને હેમચંદ્રની સાથે હાથ મેળવ્યા અને હેમચંદ્રને આવકાર આપ્યો.
તરત જ હેમચંદ્રે કહ્યું કે, “મારે તમારો વખત નથી લેવો. હું તો આપે હડતાલમાં જે કામ કર્યું એ સારુ આપનો ઉપકાર માનવા આવ્યો છું.
સાધુપુરુષોના દર્શનનો મેં રિવાજ રાખ્યો છે એ માટે છે આપને આટલી તસ્દી આપી.” મેનિંગ રાજી થયા. એમણે કહ્યું “ઉમેદ રાખું છું તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, અહીંના લોકોની કે તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરે.” આમ, આટલી ટૂંકી મુલાકાત દ્વારા નારાયણ હેમચંદ્રને આ મહાન વ્યક્તિની સાદગી અને મહાનતાના દર્શન થયા.